How To Grow Instagram Page In Gujarat ? 5 Esay Steps

Instagram શોસીયલ મીડિયામાં સૌથી પ્રચલિત પ્લેટફોર્મ છે જેના પર આશરે 500m થી વધારે લોકો જોડાયેલા છે. ઈન્સ્ટાગ્રામ ફેસબૂક નું જ application છે.જેને ફેસબુકે પૈસા ચૂકવી ખરીદી લીધું હતું. હાલ માં ઘણા ઓનલાઇન બિઝનેસ Instagram પર બિઝનેસ કરી લાખો માં કમાઈ રહ્યા છે.

મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ઇંસ્ટાગ્રામ પેજ ને ગ્રો કેવી રીતે કરવું તેમાં ફોલોઅર્સ કેવી રીતે વધારવા તેના વિશે સંપૂર્ણ જાણકારી આ આર્ટિકલમાં તમને મળી રહેશે. ઇન્સ્ટાગ્રામમાં તમે અમુક રીતો વાપરીને સરળતાથી ફોલોવર્સ વધારી શકો છો.


મેમ્સ અથવા એજ્યુકેશનલ પેજ માટે તમે નીચે આપેલી બધી બાબતોને ફોલો કરીને સારું ગ્રો કરી શકો છો જો તમે કોઈપણ induviaual કન્ટેન્ટ ક્રિએટર છો તો પણ તમે આટલી ટ્રિકો નો ઉપયોગ કરી સારા એવા ફોલોવર્સ વધારી શકો છો અને તમારા પેજને ગ્રો કરી શકો છો.


1.logo And Theam Page

ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા હોય તો સૌથી પહેલી રીત છે તેનો લોગો અને તમે જે પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરો છો તેમાં સમાનતા જળવાઈ રહેવી આવશ્યક છે. Instagram page no logo સૌથી વધારે કારણ બને છે. જો લોગો સરસ હોય તો લોકોને તે પેજ થોડું સરસ લાગે છે અને તેમને વિશ્વાસ થશે કે આ પેજ પર અમને વેલ્યુએબલ કન્ટેન્ટ મળશે માટે સરસ લોગો હોવાથી લોકો વધુ આકર્ષાય છે.


લોગો સિવાય પણ એકબીજી મહત્વપૂર્ણ બાબત છે કે ઇંસ્ટાગ્રામ પેજ માં લોકો કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય છે તેમાં તેઓએ કોઈ પણ એક પ્રકારની થીમ (માળખું ) તૈયાર કરવું જોઈએ જેથી લોકોને તે બ્રાંન્ડિગ લાગે છે અને લોકો ઝડપથી તેને ફોલો કરે છે.


2.Viral Hastags  

મુખ્યત્વે સૌ લોકો જાણતા હોય છે કે ઇન્સ્ટાગ્રામમાં જો કોઈપણ પોસ્ટ વાઇરલ કરાવી હોય તો સૌથી અગત્યની વાત છે હૅશટૅગ તમે જે પ્રકારનું કન્ટેન્ટ લખો છો તેના આધારિત તમે તમારી પોતાની અમુક હૅશટૅગ બનાવી શકો છો. મુખ્યત્વે ઇંસ્ટાગ્રામ માં લોકો ને જે ટોપિક પસંદ હોય તે ટોપિક પરની હૅશટૅગ ને ફોલો કરતા હોય છે જેથી તે હૅશટૅગ પર આવતી પોસ્ટ યોગ્ય વ્યક્તિ ને મળી રહે છે અને માટે  લાઇક અને ફોલો કરવાના ચાન્સ બધી જાય છે .


3.Active Time

ઇન્સ્ટાગ્રામમાં insight માં તમે જોઈ શકો છો કે તમારા ફોલાવર ક્યારે વધારે એક્ટિવ હોય છે. તમે તેના આધારે નક્કી કરી શકો છો કે તમારે કયા ટાઈમ પર પોસ્ટ કરવી જોઈએ જેથી તમને વધારે લાઇક મળી શકે જેથી તે પોસ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તમારી પોસ્ટ અને ઇંસ્ટાગ્રામ પેજ ની રીચ વધે. Instagram માં મુખ્યત્વે લોકો જ્યારે તેઓ પાસે ફ્રી સમય હોય છે ત્યારે તેઓ યુઝ કરતા હોય છે માટે તમારે યોગ્ય સમયે પોસ્ટ કરવી જોઈએ જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.


4.Regular on Instagram

રેગ્યુલર રહેવું એ અગત્યનું છે કારણ કે ઇન્સ્ટાગ્રામ નું અલગોરિધમ જે લોકો વધારે રેગ્યુલર રહેતા હોય છે રેગ્યુલર પોસ્ટ કરતા હોય છે તેમની પોસ્ટ અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે છે. આ સિવાય પણ instagram page  ના ફોલોવર્સ અને રેગ્યુલર પોસ્ટ મળતી હોવાથી તેઓ પેજ સાથે જોડાયેલા રહે છે અને તે પોસ્ટને તેમની મિત્રો સાથે પણ શેર કરતા હોય છે જે અગત્યની બાબત છે.


ઇન્સ્ટાગ્રામમાં દિવસની બે થી ત્રણ પોસ્ટ કરવી જોઈએ જેથી લોકો તમારી સાથે જોડાયેલા રહે. તમારી પોસ્ટ અને એડીટીંગ કરવામાં ખાસ ધ્યાન આપવો અગત્યનું છે કારણ કે લોકોને ક્વોલિટી કન્ટેન્ટ વધારે પસંદ આવતું હોય છે.


5.Reels Feture

ઈન્સ્ટાગ્રામે રિલીઝ કરેલું નવું ફીચર જેને રીલ્સ કહે છે તે ઇન્સ્ટાગ્રામ ભેજના સુધારવામાં ઘણી મદદ કરતું રહે છે કારણ કે લોકો સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ ને પસંદ કરતા હોય છે અને તેમનો મુખ્યત્વે ભાગ-30 જોવામાં પસાર કરતા હોય છે જેથી તમારી પોસ્ટ વાઇરલ થઇ શકે છે અને તમને સારી એવી rich મળી શકે છે.દિવસે તમારે બે થી ત્રણ રીલ્સ પણ અપલોડ કરવી આવશ્યક છે જેથી વધારે માં વધારે લોકો તમારી સાથે જોડાઈ શકે.


Useful application For Growing

Instagram પેજ મેનેજમેન્ટ માટે અમે તમને અમુક એપ્લિકેશનો વિશે જણાવીશું જે તમને ઘણી જ ઉપયોગી નીવડશે જે એપ્લિકેશન નીચે મુજબ છે. અને તે પ્લે સ્ટોર પર ફ્રીમાં અવેલેબલ છે.


1.canva 

કેનવા એ તમારા ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ ના ઇમેજને એડિટિંગ કરવા માટે સૌથી સરસ એપ છે તે બિલકુલ ફ્રી છે જો તમે તેનું પ્રીમિયમ પ્લાન લેવા માંગતા હો તો લઈ શકો છો. તેમાં તમે instagram post માટે ઘણી સારી રીતે પોસ્ટ એડિટિંગ કરી શકો છો અને કોઈપણ બેનર અથવા youtube ચેનલ ની thumbnail પણ એડિટ કરી શકો છો.

2.Cretor Studio

બીજા નંબર પર ઉપયોગી એપ્લિકેશન છે creator studio જે પ્લે સ્ટોર પર આવેલ છે અને તે instagram ઓફિસિયલ એપ્લિકેશન છે જેના દ્વારા તમે તમારા વીડિયોને અથવા ફોટો ને સિડ્યુલ કરી શકો છો એટલે કે તમારે કોઈપણ ટાઈમે ફોટો અપલોડ કરવો હોય અને તે સમયે તમે હાજર ના હો તો તમે તેને કોઈ પણ નિર્ધારિત સમય પર સેટ કરી અને અપલોડ કરી શકો છો આ સિવાય પણ તમે ઇંસ્ટાગ્રામ પેજ માં કેટલી લાઈક કોમેન્ટ અને કેટલું થાય છે તેનું સંપૂર્ણ ડેશબોર્ડ તમને ત્યાં જોવા મળી રહે છે.

3.Background Remove

જો તમે મેમ્સ અથવા કોઈપણ એજ્યુકેશનલ કન્ટેન્ટ તમારા પેજ પર અપલોડ કરતા હોવ તો વારંવાર કોઈપણ ફોટો માટે બેકગ્રાઉન્ડ રીમૂવ કરવાની સમસ્યા ઊભી થતી હોય છે તો તેના માટે પણ પ્લે સ્ટોર પર રીમુવ બેગ્રાઉન્ડ નામનો એક એપ્લિકેશન અવેલેબલ છે જેને તમે માત્ર એક ક્લિકમાં કોઈપણ ઇમેજનો બેગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો.
Post a Comment

0 Comments